તૈતરિય ઉપનિષદ અને યજુર્વેદ માં જણાવ્યા પ્રમાણે માણસ ની પ્રકૃતિ/સ્વભાવ/વ્યક્તિત્વ નું ઘડતર પાંચ કોષ થી થાય છે. આ પાંચ કોષો ના વિકાસ આધારિત વિષયો, રમતો, અને પ્રવૃતિઓ દ્વારા બાળક નો બૌદ્ધિક, શારીરિક, વૈચારિક, માનસિક, અને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.

પંચકોશ અને એના વિકાસ માટે ની વધુ વિગતવાર માહિતી અહીં મેળવો

પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્ર - ટૂંકો પરિચય

જયારે બીજા દેશો અંધકાર યુગ માં હતા ત્યારથી જ "ભારત" કલા, સંસ્કૃતિ, જ્ઞાન, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, ખગોળ, ગણિત જેવા અનેક વિષયો માં વિશ્વગુરુ હતો. આજે આપણી પાસે 800 થી વધુ યુનિવર્સિટી 50 હજાર થી વધુ કોલેજો અને 15 લાખ થી વધુ શાળાઓ હોવા છતાં શિક્ષણ માં બીજા દેશો કરતા ઘણું પાછળ છે. માનવજાત ની શૈક્ષણિક જરૂરિયાત ઋષિમુનિયો એ હજારો વર્ષ પેલા થી નક્કી કરી હતી. આવનારી પેઢી ને સફળ, મહાન, જાગૃત, મહેનતુ અને આદર્શ મનુષ્ય બનાવવા હોય તો ગુરુકુળ પદ્ધતિ જ એક માત્ર વિકલ્પ છે.

મેકોલે શિક્ષણ ની હકીકત તેમાં સ્નાતક થયેલ વિદ્યાર્થી તથા શિક્ષકો જાણે અને સમજે પણ છે. પણ પ્રવાહ ની વિરૃદ્ધ જવા માટે સાહસ અને પ્રયત્ન બહુ ઓછા લોકો કરી શકે છે. પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્ર ની સ્થાપના બાળક ના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ માટે થયેલ છે. નગરપાલિકા ના બગીચાઓ માં ભણતા બાળકો ના વૃંદ થી અત્યારે આ ઉદૅશ્ય એક સુદ્રઢ માળખા વાળી અને વાલીઓ દ્વારા ચાલતી સંસ્થા નું સ્વરૂપ પામેલ છે.

વધુ જાણો