વિદ્યા :


ભાષાઓ (સંસ્કૃત, ગુજરાતી , હિન્દી અંગ્રેજી)

વૈદિક ગણિત : વેદ ના 16 સૂત્રો પર આધારિત ગણન પદ્ધતિ નો અભ્યાસ

ગણિત : વ્યવહારુ અને જીવનઉપયોગી ગણનાઓ નું અધ્યયન

પર્યાવરણ શાસ્ત્ર અને વિજ્ઞાન : પ્રકૃતિ ના પાંચ તત્વો, સજીવ સુષ્ટિ નું જ્ઞાન, વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્ય ની શરીર રચના

આયુર્વેદ: દિનચર્યા, ઋતુચર્યા, ઋતુ આધારિત આહાર, ઔષધિઓ નું જ્ઞાન

ધર્મશાસ્ત્ર: આધ્યાત્મિકતા ના વિકાસ માટે ધર્મગ્રંથો નો અભ્યાસ

ઇતિહાસ: ભારત ના સુવર્ણકાળ નો ઇતિહાસ, ચરિત્રો, રામાયણ, મહાભારત, પુરાણો નું જ્ઞાન

યોગ શાસ્ત્ર: વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન વગેરે નું જ્ઞાન અને અભ્યાસ

વ્યવસાય વિદ્યા: હિસાબ ની લેવડ દેવડ, ખરીદ વેચાણ , ઉત્પાદન, વ્યવસ્થા, સંચાલન, પ્રચાર પ્રસાર નું અધ્યયન

સમાજ શાસ્ત્ર : વર્તમાન સમાજ વ્યવસ્થા અને પૂર્વ ની સમાજ વ્યવસ્થા

ભૂગોળ શાસ્ત્ર: ગામ, શહેર, દેશ, દુનિયા, સમુદ્ર, પર્વત, ખંડ , ઉપખંડ નું જ્ઞાન

ખગોળ શાસ્ત્ર: અંતરિક્ષ અવલોકન, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, સૌર મંડળ નું જ્ઞાન

સામાન્ય જ્ઞાન

કળા :


સંગીત કળા :

ગાયન : ભારતીય શાસ્ત્રીય સંગીત ના વિવિધ રાગો નું જ્ઞાન અને તાલીમ, પ્રાર્થના, ભજન, કીર્તન, લોકગીતો

વાદન : રુચિ અને આવડત અનુસાર અલગ અલગ વાદ્યો જેવા કે ઢોલક, તબલા, મંજીરા, હાર્મોનિયમ, શંખ વગેરે ની તાલીમ

નૃત્ય: કથ્થક, લોક નૃત્ય, અભિનય ગીત, પ્રાદેશિક નૃત્ય

ચિત્ર કળા : રેખા ચિત્રો, આકૃતિ, છાયા ચિત્ર, પથ્થર પર ચિત્રકામ, ક્રાફટ ની તાલીમ

અભિનય / નાટ્ય કળા : નાટક, એક પાત્રીય અભિનય, સંવાદ

સંભાષણ : વક્તૃત્વ, ભાષણ, વાર્તા કથન

પાકશાસ્ત્ર: સ્વાસ્થ્ય ને અનુકૂળ ડુતુ પ્રમાણે વિભિન્ન પ્રકાર નું ભોજન બનાવવું

ઉદ્યોગ: સિલાઈ, ગૂંથણ, કાંતણ, લીંપણ, માટીકામ, મોતીકામ, રંગોળી

લેખન કળા : હસ્તલેખન, સુલેખન (કેલિગ્રાફી), શ્રુત લેખન, અહેવાલ લેખન, પત્ર લેખન

કુશળતા:


વ્યાયામ – રમતો : સર્વાંગ સુંદર, વિવિધ પ્રકાર ની 50 થી વધુ દેશી રમતો, સ્તંભ આરોહણ, લાઠી કાઠી, કરાટે

આયોજન (Management): કાર્યક્રમ આયોજન, કાર્યક્રમ સંચાલન, યાત્રા-પ્રવાસ આયોજન કરવામાં કુશળતા

સ્વાવલંબન(સ્થાયી ગુરુકુળ ના છાત્રો માટે) : વસ્ત્રો ધોવા, સાફ સફાઈ કરવી, કબાટ સજાવટ

ગુણો આધારિત વ્યક્તિત્વ વિકાસ: નિર્ભયતા, એકતા, સાહસ, દયા, ક્ષમા, વીરતા, ધીરજ, એકાગ્રતા, નિર્માનતા, રાષ્ટ્ર પ્રેમ, સ્વનિર્ભરતા, વિનય, વિવેક, વ્યવહાર કુશળતા, નિર્ણય ક્ષમતા, નેતૃત્વ ક્ષમતા, દૂરદર્શિતા જેવા ગુણો નું વાર્તા, રમતો, નાટકો, પુસ્તકો, સ્થળ તથા વ્યક્તિઓ ની મુલાકાતો દ્વારા નિર્માણ